*કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)*
દુનિયાને ભરડામાં લેનાર કોરોનાએ કોઈ ને બાકી નથી રાખ્યા ત્યારે હીરાઉધોગ અને ખાસ કરીને રત્નકલાકારો પર વધુ કાળો કેર વર્તાવ્યો છે, રત્નકલાકારો માટે હંમેશા ચિંતા કરતું, મનન કરતું મંથન કરતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે, DICF દ્વારા જાહેરાત થઈ છે કે જે રત્નકલાકારો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય અથવા જે રત્નકલાકારો એ જાન્યુ 2020 થી અત્યારસુધીનાં સમયગાળામાં આત્મહત્યા કરી હોય એમનાં પરિવારજનો ને DICF દ્વારા રોજીરોટી માટે નોકરીનાં પ્રયત્નો અથવા અનાજ કરીયાણાની કીટ, જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ અથવા ચેક દ્વારા જરૂરી આર્થિક સહાયની મદદ કરવામાં આવશે, પ્રતિ પરિવાર કુલ 10 હજારથી લઈ ને 35 હજાર સુધીની મદદ DICF આપશે, મદદ ઈચ્છનાર પરિવારજન માંથી એક સભ્યે ડેથ સર્ટિફિકેટ, પરિવાર સભ્યોની સંખ્યા, જ્યાં કામ કરતા હોય એનું નામ, સરનામું, મોબાઈલ નંબર લખી 99042 35130 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી, આ સહાય ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC હદ વિસ્તાર સુધી મર્યાદિત છે, સહાય મેળવનાર પરિવારનું આ વિસ્તારમાં રહેઠાણ હોવું જરૂરી છે, જે રત્નકલાકાર પરિવારમાંથી સદસ્યનું અવસાન થયું હોય ત્યારે એની ખોટ તો કદી પુરી ના કરી શકાય પરંતુ પરિવારને મદદરૂપ બનવાનો DICF દ્વારા આ વિનમ્ર પ્રયાસ છે.