આ સમય છે સ્વદેશી માટેનો

"વિશ્વમાં જે પરિવર્તન તમે જોવા માંગો છો તે પરિવર્તન તમે પોતે બનો." - મહાત્મા ગાંધી

આ સમય છે સ્વદેશી માટેનો
“વિશ્વમાં જે પરિવર્તન તમે જોવા માંગો છો તે પરિવર્તન તમે પોતે બનો.” – મહાત્મા ગાંધી
2020 નું વર્ષ, ભારત અને તેના અર્થતંત્ર માટે રીસેટ (RESET) નું વર્ષ બની ગયું છે. મહા મંદીના સમયગાળા પછીનો સૌથી ખરાબ રોગચાળો કોવિડ -19 અને લૉકડાઉનના ફટકાએ ભારતને સંપૂર્ણ અસ્થિરતાની સ્થિતિમાં લાવી દીધું છે અને અત્યાર સુધીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (કુલ સ્થાનિક ઉત્પાદન) (જીડીપી) ની દ્રષ્ટિએ દેશને આશરે 400 બિલિયનનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આના જેવી એક અભૂતપૂર્વ, પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી પરિસ્થિતિ માટે અભૂતપૂર્વ ઉકેલોની જરૂર છે.

તેથી જ, વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર દ્વારા આવા મુશ્કેલીભર્યા સમયમાં આપણા અર્થતંત્રના અસ્તિત્વને ટેકો આપવા માટે કેટલાક મુશ્કેલ પરંતુ સાહસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ ભારતીય રૂપિયાના સ્ટીમ્યુલસ (પ્રોત્સાહન) પૅકેજ સાથે મોરટોરીયમ (દેવામોકૂફી) સમયગાળામાં કરાયેલો વધારો, પ્રવાહિતાને વેગ આપવા માટે આરબીઆઈ દ્વારા કરાયેલા ઋણ દરમાં ઘટાડા જેવા સુધારાઓ, અને CRR માં કરાયેલી બચત તે તમામ ઉપાયો ભારતના પુનર્જીવનના માર્ગને યોગ્ય પાટે ચઢાવવા માટે પ્રોત્સાહક રહ્યા છે.

જયારે આ સુધારાઓ ટૂંકા ગાળાની વેદનાઓમાં રાહત આપી શકે છે, ભારતના વિકાસને આગળ ધપાવવા માટે ઘણું વધારે કરવાની જરૂર છે. 5 ટ્રિલિયન યુએસ ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન પૂરું કરવું આજે ભારત માટે દૂર દ્રષ્ટિ બની રહે છે. તેમ છતાં, નિશ્ચિતપણે તે અશક્ય નથી.

પરંતુ, આ વખતે ભારત સરકાર જેટલું જ સમાન યોગદાન, સહભાગ અને પ્રતિનિધિત્વ દરેક ભારતીય નાગરિક પાસેથી પણ હોય તે જરૂરી રહેશે.

કોવિડ -19 એ માત્ર નીતિ ઘડનારાઓને જુદી રીતે વિચારવા માટે જ ફરજ નથી પાડી, પરંતુ આપણને દેશના નાગરિકોને પણ મનન અને ચિંતન કરવાની એક તક ઉભી કરી છે.
એક નાગરિક તરીકે આપણે સરકારને તેના પ્રયત્નોમાં મદદ કરવા અને વૃદ્ધિના માર્ગ પર આપણા પ્રવાસને ઝડપી બનાવવા માટે શું કરી શકીએ? જ્યારે સરકાર આટલા ટૂંકા ગાળામાં 20 લાખ કરોડ રૂપિયા જે દેશના જીડીપીના 10% જેટલા છે તેની વ્યવસ્થા કરી શકે છે તો શું આપણે આપણા દેશને મદદ કરવા માટે સશકતપણે ફાળો ન આપી શકીએ?

આ તબક્કે, વડા પ્રધાન મોદીજીનું આત્મનિર્ભર ભારત તે માત્ર એક આદર્શ સ્વપ્ન જ નથી, પરંતુ એક વ્યૂહાત્મક નીતિ સંબંધી નિર્ણય છે જે ખરેખર અસાધારણ વિકાસને ઉત્તેજન આપી શકે છે અને ભારતને નવી ઉંચાઇ પર લઈ જઈ શકે છે. ઉત્પાદન ક્ષમતાઓ, કૃષિ સંબંધિત જમીન, વસ્તી વિષયક લાભ સાથે, ભારત એક એવો દેશ છે જે આત્મનિર્ભર સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વાસ્તવિકપણે સક્ષમ છે.

એકમાત્ર અપેક્ષા જે સરકાર આપણી પાસેથી કરે છે તે છે આપણા પોતાનાઓને, આપણી ઘરઆંગણે ઉભી થયેલી કંપનીઓને ટેકો પૂરો પાડવો, જેથી આપણા દેશમાંથી બહારના દેશમાં જતો રોકડનો બાહ્ય-પ્રહાવ રોકી શકાય અને ભારતના આયાત સંબંધી ભારને ઘટાડી શકાય. ખાસ કરીને, આપણે બે વાર ચિંતન અને મનન કરવું જ રહ્યું જો આ બાહ્ય-પ્રવાહ China જેવા દેશોમાં થઇ રહ્યો હોય જેણે આજે આપણી વર્તમાન પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આપણી સીમાઓ અને આપણા અર્થતંત્ર માટે પણ સૌથી મોટો ખતરો બની રહેવાનું ચાલુ રાખે છે. પરિણામ રૂપે, ભારતના એક કર્તવ્યપરાયણ નાગરિક તરીકેની આપણી ભૂમિકા હવે આપણે પોતે ઉગાડેલા ઉત્પાદનોને ટેકો આપવાની અને Chinaઅથવા અન્ય દેશોના ઉત્પાદનો અથવા સેવાઓ પરના પરાવલંબનને ઘટાડવાની છે.

રસપ્રદ છે કે, આ ઉદ્દેશને હાલમાં કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સનું સમર્થન પ્રાપ્ત થયું છે જે 7 કરોડ છૂટક વિક્રેતાઓ (રિટેલરો) અને જથ્થાબંધ વેપારીઓ (હોલસેલરો) સહિત 40,000 જેટલા વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે; તેમણે આ ઉદ્દેશ સાથે જોડાવા માટે અને લગભગ 13 બિલિયન ડૉલર જેટલા દેશના ભારને ઘટાડવા માટે ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર માટે સંમતિ પ્રદાન કરી છે.

ભારતનો Gems & Jewellery industry પણ હાલમાં આ વિચારને સમર્થન પૂરું પડે છે. ભારતીય વેપારીઓ, ઉત્પાદકો અને રિટેલરો તરીકે અમારા માટે આ ચિંતન અને મનન કરવાનો અને જાગૃત વિકલ્પો પસંદ કરવાનો સમય છે. સમાન વૈશ્વિક પ્રોટોકૉલનું પાલન કરતી સફળ ભારતીય કંપનીઓ હોવા છતાં અને સેવાઓ અથવા ઉત્પાદનોના સમાન નહીં તો વધુ સારા ધોરણો ધરાવતી કંપનીઓ પણ વૈશ્વિક નકશા પર ભારતની સ્થિતિ બદલવામાં મદદ કરી શકે છે અને આપણને વધુ મજબૂત, વધુ સફળ, વધુ શક્તિશાળી બનીને બહાર આવવામાં મદદ કરી શકે છે તેવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ અંગે જ્યાં આપણે અન્ય કંપનીઓ પર પરાવલંબન ધરાવીએ છીએ તે સંબંધે આપણે વિચારવું અનિવાર્ય છે.
સોનું, કિંમતી જેમ્સ, પ્રાકૃતિક ડાયમંડ, લૅબ નિર્મિત ડાયમંડ જ્વેલરી, વગેરેની વિશાળ શ્રેણી સાથે જ્વેલરીની ગુણવત્તા અંગેની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. જેને પરિણામે, કિંમતી જેમ્સ અને જ્વેલરીનું ગ્રેડિંગ અને પ્રમાણીકરણ અને તૃતીય-પક્ષ દ્વારા માન્યતા, ઉદ્યોગમાં વધુ ને વધુ પ્રવર્તમાન બની રહ્યા છે.

આને કારણે, વિશ્વભરમાં, ખાસ કરીને યુએસ, ભારત અને China માં મુખ્ય સ્વતંત્ર લૅબ્સની સંસ્થાઓ દ્વારા ખાસ કરીને ડાયમંડ, કિંમતી જેમ્સ અને પર્લ (મોતી) ની ઓળખ અને ગ્રેડિંગ સેવાઓ પ્રદાન કરવા માટેની પ્રથા અસ્તિત્વમાં આવી છે. જ્યારે આ તમામ લૅબ્સ સ્ટોન્સ (કિંમતી પત્થરો) ને ઓળખવા, તપાસવા અને ગ્રેડ આપવાના સમાન પરિમાણો ધરાવે છે, ત્યારે માત્ર કેટલીક જ લૅબ્સ વિશ્વાસપાત્રતા અને કૌશલ્યના ઉચ્ચતમ ધોરણોને જાળવે છે અને પોતાના કલાયંટ્સને ઉચ્ચતમ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે નવીનતમ તકનીકીઓ અપનાવે છે.

આવી જ એક લૅબ જે હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલા લૅબ નેટવર્ક તરીકે ઉદ્દભવી રહી છે તે છે, એસજીએલ લૅબ્સ (SGL Labs) – સોલિટેર જેમોલોજિકલ લૅબ્સ (Solitaire Gemmological Labs). ભારતીય પ્રમોટરો દ્વારા સ્થાપિત ભારતીય મૂળની, એસજીએલ (SGL) દ્વારા લંડન, ન્યુ યોર્ક, યુએઈ અને સાઉદી અરેબિયા સહિત વિશ્વભરની તેમની શાખાઓ સાથે આંતરરાષ્ટ્રીય ઓળખ હાંસલ કરવામાં આવી છે. એસજીએલ (SGL) દ્વારા સર્વોચ્ચ ધોરણો ધરાવતી સેવાઓની ગુણવત્તા જાળવવા પર સશક્તપણે ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે સાઈટહોલ્ડર્સ, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલરો સહિત વિશ્વભરના 5300 થી વધુ કલાયંટ્સ સાથેના સંબંધો બાંધવા અને તેને મજબૂત કરવામાં એસજીએલ સક્ષમ બની છે.

લૅબ નિર્મિત ડાયમંડ્સ જેવા વિકલ્પોની રજૂઆત સાથે સતત વધતી જતી ગ્રાહક માંગ સાથે, ડાયમંડ ઉદ્યોગ આજે આ લૅબ્સમાંથી સૌથી વધુ ગ્રેડિંગ અને પ્રમાણીકરણ સેવાઓની માંગણી કરે છે. બેશક, ભારતમાં કટ કરવામાં આવતા અને પૉલિશ કરવામાં આવતા 90% ડાયમંડ્સ સાથે, આપણો દેશ ડાયમંડ ઉદ્યોગ માટે અને તેથી સાથે સંકળાયેલ ગ્રેડિંગ અને પ્રમાણીકરણ ઉદ્યોગ માટે પણ કાર્યસાધક છે.

તેમ છતાં, રસપ્રદ વાત એ છે કે ભારતના ડાયમંડ્સ માટેની ડાયમંડ પ્રમાણીકરણ સેવાઓનો મોટો હિસ્સો China ની માલિકીની લૅબ્સ સહિતની આંતરરાષ્ટ્રીય લૅબ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ભારતમાં વૈશ્વિક ઓળખ ધરાવતી ભારતમાંની વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલી લૅબ્સમાંની એકની હાજરી હોવા છતાં આ સ્થિતિ છે. હાલની પરિસ્થિતિમાં, જ્યાં સંપૂર્ણ વિશ્વ Chinese ઉત્પાદનો અને સેવાઓનો બહિષ્કાર કરવા માટે તૈયાર છે, હવે આપણા માટે પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે અને આપણે આપણા ક્લાયન્ટ્સને પછી તે સ્થાનિક હોય કે આંતરરાષ્ટ્રીય, તેમને Chinese Labs ને ટેકો આપવાના નિર્ણય પર ફેરવિચાર કરવા પ્રોત્સાહિત કરીએ તે સમય પણ આવી ગયો છે.

“વિશ્વમાં જે પરિવર્તન તમે જોવા માંગો છો તે પરિવર્તન તમે પોતે બનો.” – મહાત્મા ગાંધી

પરિવર્તન લાવવાનો સમય હવે આવી ગયો છે. જો આપણે સાચે જ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોતા હોઈએ જેને માટે આપણા વડા પ્રધાન આપણને તૈયાર કરી રહ્યા છે, તો આપણી સફળતા માત્ર ઘરઆંગણે ઉભી થયેલી ભારતીય કંપનીઓને ટેકો પૂરો પાડવો તેમાં જ છે. આપણા ઉદ્યોગ દ્વારા સરકાર પાસે સમયસર સહાયની માંગણી સતત કરવામાં આવી છે. હવે તે સમય આવી ગયો છે કે આપણે પણ વિશ્વને ભારતની સેવાઓ અને ઉત્પાદનો માટે પ્રોત્સાહિત કરીને ભારત સરકારને આપણો ટેકો પૂરો પાડીએ.

હાલમાં આપણા ભારત દેશમાં ડાયમંડ અને જ્વેલરી સર્ટિફિકેસન ની અગ્રણી લૅબ્સ ની માલિકી નીચે મુજબની છે:

1) HRD Antwerp – owned & operated by Belgian Trade Council
2) SGL – owned by INDIAN citizens
3) IGI – owned by Chinese citizens
4) GIA – a non-profit institute from USA

#SupportIndianCompanies

રજુઆત: Deepal Shah
Executive Director – Surat
SGL Labs

 

 

Share this:

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top 3 Stories

More Stories
Mar – Apr 2019